AB Plus News
BREAKING NEWS
તાજા સમાચાર

ડેમ સ્ટેટસ : ગુજરાતમાં 132 ડેમ હાઇ ઍલર્ટ પર, 101 ડેમ 100% ભરાયા

ડેમ
Share

Gujarat Dam Status : કચ્છ, સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાત સહિતના વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદ વરસી રહ્યો છે. રાજ્યમાં આજે સોમવારે (8 સપ્ટેમ્બર) સાંજે પાંચ વાગ્યા સુધીમાં સિઝનનો કુલ સરેરાશ 106 ટકા વરસાદ નોંધાયો છે. જેમાં સૌથી વધુ ઉત્તર ગુજરાત 117 અને કચ્છમાં 116 ટકા વરસાદ ખાબક્યો છે. જ્યારે રાજ્યમાં છેલ્લા 10 કલાકમાં સૌથી વધુ કચ્છના લખપતમાં 5 ઇંચ વરસાદ ખાબક્યો છે. ધોધમાર વરસાદના કારણે રાજ્યના 132 ડેમ હાઇ ઍલર્ટ પર છે.

કચ્છ અને બનાસકાંઠા જિલ્લામાં સર્જાયેલી જળબંબાકારની સ્થિતિ બાદ આજે વરસાદી પાણી ઓસર્યા બાદ નુકસાનીના દૃશ્યો સામે આવ્યા છે. આ બંને જિલ્લામાં ખેતીપાકને ભારે નુકસાન થયું છે. સાંતલપુર-રાધનપુર તાલુકામાં 50 હજાર હેક્ટરમાં નુકસાનીનો અંદાજ છે. તો સુઈગામમાં સ્થાનિકો ઊંચાણવાળા વિસ્તારોમાં સ્થળાંતર થયા છે. સાથે જ મચ્છુ-2 ડેમ 100% ભરાઈ ગયો છે.

132 ડેમ હાઇ ઍલર્ટ

ગુજરાત સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર મુજબ, ગુજરાતના 206 ડેમમાંથી 132 ડેમ હાઇ ઍલર્ટ, 19 ઍલર્ટ અને 14 ડેમને લઈને વોર્નિંગ જાહેર કરી છે. જેમાં 101 જેટલા ડેમ 100 ટકા ભરાયા છે. જ્યારે 64 ડેમ 70થી 100 ટકા જેટલા ભરાયા છે. તેમજ નર્મદા ડેમની સ્થિતિની વાત કરીએ તો 91 ટકા ભરાયો છે.

મહી નદીમાં પાણી છોડાતાં નદી કાંઠાના ગામોને કરાયા ઍલર્ટ 

મહી નદીમાં પાણી છોડાતા નદી કાંઠાના ગામોને ઍલર્ટ કરાયા છે. ગામલોકોને નદી કિનારે ન જવા માટે સૂચના પણ આપવામાં આવી છે. પશુપાલકોને પણ તેમના પશુઓને નદી કિનારે ન લઈ જવા જણાવવામાં આવ્યું છે

જાણો રાજ્યના ડેમની સ્થિતિ

VIDEO: ગુજરાતના 132 ડેમ હાઇ ઍલર્ટ, 101 ડેમ સંપૂર્ણ ભરાયા, જાણો રાજ્યના અન્ય ડેમની સ્થિતિ 2 - imageડેમ

રાજ્યના 392 રસ્તા બંધ

ડેમ

વધુ સમાચાર વાંચો :
શનિ જયંતિ 2025: જાણો 26 કે 27 મેમાં શું છે સાચી તારીખ, પૂજા મુહૂર્ત અને વિશેષ મહિમા

https://abplusnews.com/when-is-shani-jayanti-in-2025/

https://www.youtube.com/watch?v=J1i9Z83vHp0

Share

Related posts

ન્યૂ ઈન્ડિયા કોલોની માં 15 વર્ષ બાદ પણ સુવિધાઓનો અભાવ: રોડ અને ગટર સમસ્યા યથાવત્

abplusnews

રાજસ્થાન થી દારૂ ભરેલી થાર ગાડી ઓગણજ સર્કલ પાસે પોલીસથી ભાગી

abplusnews

24 કલાક બાદ પણ બેકાબૂ આગ: ટેક્સટાઇલ માર્કેટમાં કરોડોનું નુકસાન

abplusnews

Leave a Comment