શહેરમાં એક વધુ ગંભીર અકસ્માત નોંધાયો છે. રવિવાર રાત્રે સ્ટાર બજાર પાસે દારૂના નશામાં એક BMW કાર ચાલકે ઓવરસ્પીડમાં ગાડી હંકારી બીઆરટીએસ રેલિંગ સાથે અથડાવી.
પ્રાપ્ત માહિતી મુજબ, સેટેલાઈટ વિસ્તારના સ્ટાર બજાર પાસે આ દુર્ઘટના બની હતી. સ્થાનિકોએ ઘટનાને નજરે જોતા કાર ચાલકને રોકી પુછપરછ કરી. જ્યારે કાર ચાલક દારૂના નશામાં હોવાની શંકા ઊભી થઈ, ત્યારે લોકોએ તેને મેથીપાક આપીને પોલીસને જાણ કરી.
ટ્રાફિક પોલીસે ઘટનાસ્થળે પહોંચી તાત્કાલિક કાર્યવાહી કરી
ટ્રાફિક પોલીસ ઘટનાસ્થળે દોડી આવી અને આરોપી રજનીકાંત અગ્રવાલ વિરુદ્ધ ગુનો નોંધી તેની ધરપકડ કરી. પોલીસ હવે આ મામલાની વધુ તપાસ કરી રહી છે કે BMW કાર ચાલક ક્યાંથી આવી રહ્યો હતો અને દારૂ કયા સ્થળે પીધો હતો.
અકસ્માતના કારણે ટ્રાફિકજામ
આ ઘટના બાદ રસ્તા પર ભારે ટ્રાફિકજામ સર્જાયો હતો, જેને હટાવવા માટે 20 મિનિટની મહેનત બાદ ટ્રાફિક પોલીસને ટ્રાફિક ક્લિયર કરવો પડ્યો.
શહેરમાં નશાની હાલતમાં વાહન ચલાવવાના બનાવો સતત વધી રહ્યા છે, જે ખતરના સંકેતરૂપ છે. ટ્રાફિક વિભાગ અને સ્થાનિક તંત્રને આ મામલે વધુ કડક પગલા ભરવાની જરૂર છે.
વધુ સમાચાર વાંચો :
પીસીબી ને લગાતાર દરોડાઓમાં મોટી સફળતા: 3201 બોટલ દારૂ જપ્ત
https://abplusnews.com/pcbs-big-success-in-consecutive-raids/
અમદાવાદના જગન્નાથ મંદિરમાં પ્રશિક્ષણ વર્ગનું આયોજન કરવામાં આવ્યું | મોટી સંખ્યામાં લોકોએ ભાગ લીધો
https://www.youtube.com/watch?v=WiOC0IPfthM