AB Plus News
BREAKING NEWS
તાજા સમાચાર

100 વર્ષમાં પહેલીવાર ભદ્રા વિના રક્ષાબંધન: આ 3 રાશિઓને થશે વિશેષ લાભ

રક્ષાબંધન
Share

ભાઈ બહેનના પ્રેમનો તહેવાર એટલે રક્ષાબંધન. આ પર્વને હિન્દુ ધર્મમાં ખૂબ ખાસ માનવામાં આવે છે. આ દિવસે બહેન  ભાઈને રાખડી બાંધે છે અને બદલામાં ભાઈ તેની સુરક્ષાનું વચન આપે છે. આ વખતે રક્ષાબંધનનો તહેવાર 9 ઓગસ્ટ 2025ના રોજ મનાવવામાં આવશે. દર વર્ષ શ્રાવણ મહિનાની શુક્લ પક્ષની પૂર્ણિમાએ રક્ષાબંધન મનાવવામાં આવે છે.

આ વખતે રક્ષાબંધન નો તહેવાર ખૂબ જ ખાસ માનવામાં આવી રહ્યો છે. કારણ કે, 100 વર્ષ બાદ રક્ષાબંધન ના દિવસે પંચક અને ભદ્રાનો છાયો રહેશે નહી. આ સાથે આ દિવસ સૂર્ય- શનિની નવપંચમ યોગનું નિર્માણ, મંગળ-શનિનો સમસપ્તક યોગ અને મંગળ રાહુની સાથે ષડાષ્ટક યોગનું નિર્માણે થવા જઈ રહ્યો છે. જ્યોતિષીઓના કહેવા પ્રમાણે આ દરેક યોગના કારણ રક્ષાબંધનનો તહેવાક કેટલીક રાશિઓ માટે લાભદાયી થવાનો છે.

ધન રાશિ:

રક્ષાબંધન પર બની રહેલા આ સંયોગને કારણે ધન રાશિના જાતકોને સંપત્તિ દ્વારા લાભ પ્રાપ્ત થશે. જીવનશૈલી સારી રહેશે. વ્યાપારિક યાત્રાઓની સંભાવના છે, જેથી આર્થિક લાભ થવાની સંભાવના છે.  સમય તમારા માટે અનુકૂળ રહેશે. તમને કાર્યોમાં સફળતા મળશે.

મકર રાશિ

આ સમયમાં મકર રાશિના કાર્યક્ષેત્રમાં ઉન્નતિનો યોગ બની રહ્યો છે.સ્વાસ્થ્ય પણ સારુ રહેશે. મકર રાશિ માટે આ સમયગાળો ખૂબ લાભ દાયી રહેશે, જેમાં તમને વિવિધ ક્ષેત્રોમાં સફળતા અને લાભ પ્રાપ્ત થશે.

મીન રાશિ 

મીન રાશિના જાતકો માટે આ ગોચર ખૂબ અનુકૂળ રહેશે, જેના કારણ પરિણીત લોકોના જીવનમાં સુખ- શાતિ જળવાઈ રહેશે. નોકરીમાં ઈચ્છા મુજબનું પદ પ્રાપ્ત કરી શકશો અને નવા લોકો સાથે મિત્રતા થશે. જે ભવિષ્યમાં આર્થિક લાભનું કારણ બનશે.

 

વધુ સમાચાર વાંચો :
શનિ જયંતિ 2025: જાણો 26 કે 27 મેમાં શું છે સાચી તારીખ, પૂજા મુહૂર્ત અને વિશેષ મહિમા

https://abplusnews.com/when-is-shani-jayanti-in-2025/

https://www.youtube.com/watch?v=J1i9Z83vHp0

Share

Related posts

નવા નરોડામાં ગણેશ ચતુર્થીના કાર્યક્રમ દરમ્યાન અકસ્માત, મહિલાઓ-બાળકો સહિત અનેક ઇજાગ્રસ્ત

abplusnews

કુંભ યાત્રા થી પરત ફરતી ગુજરાતની બસ દુર્ઘટનાગ્રસ્ત: 27 ઈજાગ્રસ્ત

abplusnews

નરોડા અમરનાથ એસ્ટેટમાં અગરબત્તીના કારખાનામાં ભીષણ આગ, 9 ફાયર બ્રિગેડે કલાકો સુધી જહેમત ઉઠાવી

abplusnews

Leave a Comment