વધુ સમાચાર વાંચો :
શનિ જયંતિ 2025: જાણો 26 કે 27 મેમાં શું છે સાચી તારીખ, પૂજા મુહૂર્ત અને વિશેષ મહિમા
https://abplusnews.com/when-is-shani-jayanti-in-2025/
ગુજરાત રાજ્યમાં આગામી સાત દિવસ માટે હવામાન વિભાગ દ્વારા છૂટાછવાયા સ્થળોએ હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે. આજે, 3 જૂન 2025ના રોજ અમદાવાદ ખાતે IPL 2025ની ફાઈનલ રમાનારી છે, ત્યારે વરસાદ અને વાવાઝોડાની આગાહીએ IPL ક્રિકેટ પ્રેમીઓમાં ચિંતાનું માહોલ ઊભું કર્યું છે. આજે ઉત્તર અને દક્ષિણ ગુજરાતના અનેક જિલ્લામાં 30થી 40 કિમી/કલાકના પવન સાથે વીજળી તથા વરસાદની આગાહી છે. અમદાવાદ, ગાંધીનગર, સાબરકાંઠા, મહેસાણા, વડોદરા, સુરત સહિતના વિસ્તારોમાં છૂટાછવાયા વરસાદની શક્યતા છે.
અગાઉ 1 જૂને રમાયેલી IPL ક્વોલિફાયર મેચમાં વરસાદના લીધે વિલંબ થયો હતો, એ રીતે આજે પણ મેચમાં વિઘ્ન આવી શકે છે. હાલમાં અમદાવાદમાં તાપમાન 39 ડિગ્રી રહેવાની સંભાવના છે અને આકાશ વાદળછાયું રહેશે.

હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે જણાવ્યું હતું કે 10 જૂનથી ગુજરાત પર એક નવી સિસ્ટમનું અસર જોવા મળી શકે છે. આ સિસ્ટમ બંગાળના ઉપસાગર અને અરબ સાગરના ભેજને કારણે ઊભી થશે, જે 8થી 12 જૂન દરમિયાન ભારે વરસાદ લાવશે. ચોમાસાની શરૂઆત દક્ષિણ ગુજરાતમાં 14થી 16 જૂન વચ્ચે થવાની શક્યતા છે.
ગુજરાત માટે IMDના પ્રારંભિક અનુમાન અનુસાર, આ વર્ષે ચોમાસું સમયસર આવશે અને દર વર્ષની સરખામણીએ વધુ વરસાદ થવાની શક્યતા છે. દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારોમાં સામાન્યથી વધુ વરસાદની શક્યતા દર્શાવવામાં આવી છે. ઉત્તર ગુજરાતના કેટલાક ભાગોમાં સામાન્ય કરતાં ઓછો વરસાદ પણ થઈ શકે છે.
ભારત માટે ચોમાસું ખેતી અને પાણી સંસાધનો માટે અત્યંત મહત્વપૂર્ણ છે. ગુજરાતમાં ચોમાસાની મજબૂત અને સમયસર શરૂઆત ખેડૂતો માટે આશાજનક સંકેત છે. જૂન મહિનાના પહેલા 15 દિવસ હળવો વરસાદ રહેશે અને ત્યારબાદ જૂનના અંત સુધી વરસાદમાં વૃદ્ધિ થઈ શકે છે.
https://abplusnews.com/when-is-shani-jayanti-in-2025/
