મહેસાણા જિલ્લામાં કડી તાલુકાના કરણનગર ગામને બોરીસણા સાથે જોડતો નર્મદા નદી પરનો બ્રિજ છેલ્લા કેટલાક સમયથી જર્જરીત સ્થિતિમાં હોવાથી અવર-જવર માટે બંધ કરવામાં આવ્યો હતો. નર્મદા વિભાગ દ્વારા આ કરણનગર-બોરીસણા બ્રિજ બ્રિજનું સમારકામના કાર્ય માટે ત્રણ દિવસથી કામગીરી શરૂ કરવામાં આવી હતી. આજે શુક્રવારે સાંજના સમયે સમારકામ દરમિયાન એક મોટી ઘટના સર્જાઈ.
સમારકામ માટે ઉપયોગમાં લેવામાં આવેલી જેસીબી મશીન સાથે મજૂરો કામ કરી રહ્યા હતા. આ દરમિયાન જેસીબી મશીનના ટાયરને પંચર પડતા મજૂરો તેને દુરસ્ત કરવા માટે બહાર નીકળ્યા. ટાયર ખોલવાનું કામ શરૂ કરાયું ત્યારે અચાનક બ્રિજનો મધ્ય ભાગ કેનાલમાં ધરાસાઈ ગયો. બ્રિજ ધરાશાયી થવાના કારણે જેસીબી મશીન અને તેની આસપાસનો ભાગ કેનાલમાં ખાબક્યો હતો.
સદનસીબે આ ઘટના દરમિયાન કોઈ મોટી જાનહાનિ થઈ ન હતી, કારણ કે મજૂરો ટાયર દુરસ્ત કરવા માટે મશીનની બહાર હતા. જો કે આ ઘટસ્ફોટને કારણે સત્તાધિકારીઓ અને સ્થાનિક લોકોમાં ચિંતાનો માહોલ જોવા મળ્યો.
આ દુર્ઘટના બાદ નર્મદા વિભાગ દ્વારા સ્થળ પર તપાસ કરવામાં આવી રહી છે અને આવનારા દિવસોમાં આ બ્રિજને સંપૂર્ણપણે સુરક્ષિત બનાવવા માટે વિશેષ પગલાં લેવાની જરૂર છે. આ ઘટનાએ જર્જરીત માળખાંની સુરક્ષાને લઈને મહત્ત્વનો સંદેશ આપ્યો છે.
વધુ સમાચાર વાંચો :
બેંક કર્મચારીઓ ને 5 દિવસ કામકાજની રાહત મળશે?
https://abplusnews.com/will-bank-employees-get-work-relief/
ગંદકીના કારણે બાળકીની મૃત્યું | Nikolના ચિત્રકૂટ આવાસના મકાનોમાં ઠેર ઠેર ગંદકીના ઢગલા | AB+NEWS
https://www.youtube.com/watch?v=bLOkRxKauUE