ગુજરાત ક્રાઇમ ફાઇલ્સ ના એપિસોડમાં ગાંધીનગરમાં 4 મહિનામાં એકસરખી મોડસ ઓપરેન્ડીથી 3 હત્યાઓ થતા પોલીસ દબાણમાં હતી. CID, ATS અને ક્રાઇમ બ્રાંચની મહેનત બાદ સંકેત મળ્યો કે આરોપી સાબરમતી વિસ્તારમાં છે.
14 સપ્ટેમ્બર 2019ની રાત્રે, ATSએ ધોળકા રોડ, સરખેજ ફતેહવાડીમાં દરોડા પાડ્યા અને મદન ઉર્ફ વિશાલ ઉર્ફ મુકેશ ભંવરલાલ નાયકની ધરપકડ કરી. મદન રાજસ્થાનનો રહેવાસી હતો અને તેની પત્ની-પુત્ર સાથે રહેતો હતો. તે ચોળાફળી વેચતો અને શહેર-ગામના રસ્તાઓથી સારી રીતે વાકેફ હતો.
CIDએ પૂછપરછમાં મદને 3 નહીં પણ 4 હત્યાઓ કબૂલી. ચોથી હત્યા વિશાલ પટેલ (સોની વેપારી) ની હતી, જેને તેણે ગોળી મારી દીધી હતી. વિશાલ તેના લૂંટના દાગીનાઓ ખરીદતો, અને ઝડપથી બચવા મદને વિશાલનો પણ કાતલ બની ગયો.
પોલીસે CCTV ફૂટેજ, DNA ટેસ્ટ અને ગટરના અવશેષોના આધારે વિશાલની લાશ શોધી. મદન 2016માં સાબરમતી રેલવે કોલોનીમાંથી 7.65 MM પિસ્તોલ અને 50 કારતૂસ ચોરી કરી ચૂક્યો હતો અને યુટ્યુબ પરથી શૂટિંગ શીખી હત્યા કરતો હતો.
મદન એકાંત જગ્યાએ કપલ અને વૃદ્ધોને લૂંટી પોલીસ રડારમાં આવ્યો. તેણે વાહન ચોરીને પણ અંજામ આપ્યો હતો. તપાસમાં ખૂલ્યું કે સોનાના ઘરેણાંવાળા વૃદ્ધો તેના મુખ્ય ટાર્ગેટ હતા. એક CCTV ફૂટેજથી પોલીસે તેનું સ્કેચ તૈયાર કર્યું, જેને જોઇ તે ડરી ગયો અને હત્યાઓ બંધ કરી દીધી. તે હુલિયો બદલવા દાઢી-વાળ વધારીને સરખેજ શિફ્ટ થયો હતો.
ગુજરાત ક્રાઇમ ફાઇલ્સ ના સિરીયલ કિલર મદન આખરે પોલીસના હાથે ઝડપાઈ જ ગયો. પોલીસ તપાસમાં તેની વધુ અજાણી હત્યાઓ પણ સામે આવી શકે છે. હાલમાં મદન જેલમાં છે અને તેના વિરુદ્ધ કેસ ચાલી રહ્યો છે.
વધુ સમાચાર વાંચો :
ટ્રમ્પે ગેરકાયદે ભારતીય ઇમિગ્રન્ટ્સ ની દેશનિકાલ શરૂ કરી
https://abplusnews.com/trump-begins-deportation-of-illegal-indian-immigrants/
જેકે પાર્ક હરીવિલા એપાટૅમેન્ટ ચાંદલોડિયા કાર પાર્કિંગમા 4 ફુટ લાંબો સાંપ નીકળી આવ્યો | ABPLUSNEWS
https://www.youtube.com/watch?v=ynW4g1xl9Y8