AB Plus News
BREAKING NEWS
તાજા સમાચાર

બાપુનગરમાં રાજ્યનું સૌથી મોટું પાસપોર્ટ સેવા કેન્દ્ર 7 જુલાઈથી શરૂ થશે

પાસપોર્ટ
Share

અમદાવાદના બાપુનગર વિસ્તારમાં રાજ્યનું અત્યાર સુધીનું સૌથી મોટું પાસપોર્ટ સેવા કેન્દ્ર 7 જુલાઈથી કાર્યરત થવાનું છે. શહેરના પૂર્વ વિસ્તારમાં વસતા અરજદારો ઉપરાંત ખેડા, આણંદ અને નડિયાદ જેવા નજીકના જિલ્લાઓના લોકોને હવે પાસપોર્ટ માટે દૂર જવાનું રહેશે નહીં. મીઠાખળીમાં હાલ કાર્યરત જૂનું પાસપોર્ટ કેન્દ્ર હવે બંધ થવાનું છે અને તેની જગ્યાએ બાપુનગરના વ્હાઇટ હાઉસ બિલ્ડિંગમાં આ આધુનિક અને વિશાળ કેન્દ્ર શરૂ થશે.

નવાં કેન્દ્રમાં કુલ 36 કાઉન્ટર કાર્યરત રહેશે જે ત્રણ અલગ-અલગ વિંગમાં વિભાજિત છે – A, B અને C. A વિંગમાં 20 કાઉન્ટર શરૂ કરવામાં આવશે, જ્યાં TCSના સ્ટાફ દ્વારા અરજદારોના ડોક્યુમેન્ટ ચેક, ફોટો અને ફિંગરપ્રિન્ટ્સ લેવામાં આવશે. B વિંગમાં પાસપોર્ટ વિભાગના અધિકારીઓ 10 કાઉન્ટરમાંથી હાલમાં 6 કાઉન્ટરથી સેવા આપશે અને ડોક્યુમેન્ટની ચકાસણી કરશે. જ્યારે C વિંગમાં 6માંથી 3-4 કાઉન્ટર કાર્યરત રહેશે, જ્યાં સરકારના સ્ટાફ દ્વારા અંતિમ મંજૂરી પ્રક્રિયા (ફાઇલ ગ્રાન્ટ) કરવામાં આવશે.

નવું સેવા કેન્દ્ર એકદમ આધુનિક સુવિધાઓથી સજ્જ છે અને અહીં રોજગારી વધારવા ઉપરાંત સુઘડ વ્યવસ્થાપન દ્વારા અરજદારોને ઝડપી સેવા મળશે. મીઠાખળી કેન્દ્ર, જ્યાં દરરોજ આશરે 800 અરજદારો આવતા હતા, ત્યાં જગ્યાની અછત તથા પાર્કિંગની મોટી સમસ્યા હતી. નવા બાપુનગર કેન્દ્રમાં આ સમસ્યાઓનું નિરાકરણ લાવવામાં આવ્યું છે. spacious waiting area, parking space અને વધારે કાઉન્ટરોના કારણે કામગીરી વધુ ઝડપી અને સરળ બને તેવી સંભાવના છે.

આ મેડે 7 જુલાઈના રોજ પ્રથમ દિવસે 20 અરજદારોને બોલાવી ટ્રાયલ લેવામાં આવશે જેથી કોઈ તકનિકી સમસ્યા જણાય તો પહેલા જ તેને દૂર કરી શકાય. ત્યારબાદ 8 જુલાઈથી કેન્દ્ર સંપૂર્ણ રીતે કાર્યરત બની જશે. પશ્ચિમ વિસ્તારમાં હવે વિજય ચાર રસ્તા પરનું પાસપોર્ટ કેન્દ્ર ચાલુ રહેશે, જ્યારે પૂર્વ વિસ્તારમાં બાપુનગરનું આ નવું કેન્દ્ર મોખરું બનશે.

સ્ટાફની અછતને લીધે શરૂઆતી તબક્કામાં B અને C વિંગના કેટલાક કાઉન્ટર ખાલી રહી શકે છે, તેમ છતાં રાજ્યના સૌથી મોટા અને વધુ ક્ષમતા ધરાવતા આ કેન્દ્રના શરૂ થવાથી લોકોની લાંબી રાહતની રાહ પૂરી થશે.

નવા સેન્ટરની 3 વિંગમાં મળી કુલ 36 કાઉન્ટર હશે

વિંગ કાઉન્ટર શરૂ કામકાજ
A વિંગ 20 તમામ શરૂ TCSનો સ્ટાફ ડોક્યુમેન્ટ – ફિંગર લેશે
B વિંગ 10 06 શરૂ પાસપોર્ટનો સ્ટાફ ડોક્યુમેન્ટ વેરિફાઇ કરશે
C વિંગ 6 3 થી4 શરૂ કચેરીનો સ્ટાફ અંતિમ ફાઇલ ગ્રાન્ટ કરશે.
વધુ સમાચાર વાંચો :
શનિ જયંતિ 2025: જાણો 26 કે 27 મેમાં શું છે સાચી તારીખ, પૂજા મુહૂર્ત અને વિશેષ મહિમા

https://abplusnews.com/when-is-shani-jayanti-in-2025/

https://www.youtube.com/watch?v=J1i9Z83vHp0

Share

Related posts

ભાજપને મળશે 11મો પ્રદેશ પ્રમુખ, કમલમ ખાતે મતદાન પ્રક્રિયા શરૂ

abplusnews

નિકોલ થી વિંઝોલ સુધી નવી ઇસ્ટર્ન ટ્રંક લાઈન, હવે નહીં થાય ડ્રેનેજ ઓવરફ્લો

abplusnews

નવરાત્રિ 2025: 22 સપ્ટેમ્બરથી શરૂ થશે પાવન પર્વ, જાણો શુભ મુહૂર્ત

abplusnews

Leave a Comment