અમદાવાદના નરોડા વિસ્તારમાં એક વેપારી સાથે 2.09 કરોડ રૂપિયાની ઠગાઈનો બનાવ સામે આવ્યો છે. વેપારી એ હરિયાણાના પાંચ વેપારીઓ અને એક એજન્ટને માલસામાન આપ્યો હતો, પરંતુ ચુકવણી નહીં કરતા ફરિયાદ નોંધાવવાનો વારો આવ્યો.
67 વર્ષીય ડાહ્યાભાઈ પટેલ, જે નરોડા GIDCમાં કેમિકલનું ધંધું કરે છે, તેમણે 2013માં રાજસ્થાનના જશવંતકુમાર યાદવ સાથે ઓળખાણ કરાવી હતી. જશવંત એક એજન્ટ તરીકે કામ કરે છે અને તેણે હરિયાણાની પ્રયાગ પોલીકેમ કંપનીના માલિક મિલન અગ્રવાલ, મનિષ અગ્રવાલ, નિખિલ અગ્રવાલ, રવિન્દ્ર અગ્રવાલ અને દેવેન્દ્ર અગ્રવાલ સાથે પણ ઓળખાણ કરાવી.
પ્રારંભિક વેપારમાં તમામ વ્યક્તિઓ સમયસર ચુકવણી કરતા હતા, જેથી ડાહ્યાભાઈએ વિશ્વાસ મૂક્યો. જોકે, બાદમાં તમામ વ્યક્તિઓએ અલગ-અલગ કિસ્સામાં 2.09 કરોડ રૂપિયાનો માલ ઉધાર લીધો, અને ચુકવણીના બદલે ચેક આપ્યા, જે બેંકમાં ભરતા રિટર્ન થઈ ગયા. ઉઘરાણી કરવા છતાં, આરોપીઓ રૂપિયા આપવા તૈયાર ન હતા અને ફોન પણ ઉપાડતા ન હતા.
આ કારણે કંટાળીને ડાહ્યાભાઈએ નરોડા પોલીસ સ્ટેશનમાં તમામ આરોપીઓ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. આ મામલે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
વધુ સમાચાર વાંચો :
મહેસાણા મનપાના વિકાસ માર્ગ પર મુખ્ય સચિવશ્રી ની સમીક્ષા બેઠક
https://abplusnews.com/chief-secretarys-review-meeting-on-the-development/
નાગરોના ઇષ્ટદેવ શ્રી હાટકેશ દાદાની હાટકેશ જયંતિ ઔછવ નરોડા ખાતે હર્ષોલ્લાસ સાથે ઉજવાયો | AB+NEWS
https://www.youtube.com/watch?v=knSQoe_FtYI