અમદાવાદ શહેરમાં તોફાની તત્વો દ્વારા તલવારો અને છરી વડે સતત ઘાતક હુમલાઓ થતા ભયનો માહોલ સર્જાયો છે. વસ્ત્રાલમાં હોળીની રાતે થયેલા તોફાન બાદ પોલીસ તત્પર બની હતી, પરંતુ ગુનેગારો પાછા અટકતા નથી. છેલ્લા 48 કલાકમાં શહેરના જુદાં-જુદાં વિસ્તારોમાંથી ચાર અલગ-અલગ ખૂની હુમલાના બનાવો સામે આવ્યા છે, જેમાં એકથી વધુ લોકો ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા છે.
રખિયાલમાં જૂની અદાવતનું રણકદળ:
અજિત મિલ નજીક રખિયાલ વિસ્તારમાં સામાજિક પ્રસંગ દરમિયાન જૂની અદાવતને લઇ તલવારો અને છરા સાથે આવેલા ટોળાએ વ્યક્તિ પર હુમલો કર્યો હતો. આરોપીઓમાં અફવાત સિદ્દીકી, અસરફ પઠાણ, અમ્મર, કાલિમ, અઝીમ સિદ્દીકી, જાવેદ પઠાણ અને સગીર વયનો શખ્સ સામેલ છે. તમામ આરોપીઓને પોલીસએ ઝડપી લીધા છે.
જુહાપુરામાં ગુનેગારોનો આતંક:
બાગે મશીરા સોસાયટીમાં ઝૈદખાન પઠાણ અને તેના ભાઇઓ પર વસીમ બાપુ સહિતના 10 ગુનેગારો દ્વારા તલવારો – લાકડી વડે હુમલો કરવામાં આવ્યો. ઝઘડો એક નાનો સ્ટમ્પ પડવાને લઈને શરુ થયો હતો, જે બાદ હુમલાખોરોએ બંને ભાઇઓ તેમજ સોસાયટીના બે સભ્યો ઇમ્તિયાઝ અને અલ્ફાઝને લોહીલુહાણ કરી દીધા. વસીમ બાપુના ઉપર અગાઉના અનેક ગુનાઓ નોંધાયેલા છે.
સાબરમતીમાં પીઠ પાછળ છરીનો ઘા:
વિક્રમ પટણી નામના શાકભાજી વેપારી પર મયુર વણઝારાએ પીઠ પાછળ તલવારો છરીનો ઘા ઝીંક્યો. વિક્રમે મયુરને ખુલ્લા પ્લોટમાં મસ્તી કરવા બાબતે સમજાવ્યા બાદ મયુર અપમાનિત થયો અને હુમલો કર્યો.
ગોમતીપુરમાં રિક્ષાચાલક પર 8 શખ્સોનો હુમલો:
કુતરાની બાબતે થયેલા વિવાદમાં ભરત મુળે પર છરી અને દંડાથી હુમલો થયો. આરોપી ભાવીન ઉર્ફે મનુ ઠાકુર અને તેના સાથીઓએ ભરતને ઘાતક ઇજાઓ પહોંચાડી હતી.
અમદાવાદ પોલીસ તમામ ઘટનાની તપાસમાં વ્યસ્ત છે અને ગુનેગારોને ઝડપી પાડવા માટે સતત કાર્યવાહી કરી રહી છે. જોકે, સતત ઘટનાઓએ શહેરના કાયદો વ્યવસ્થા પર પ્રશ્નચિહ્ન ઊભું કર્યું છે.