AB Plus News
BREAKING NEWS
તાજા સમાચાર

PM મોદીના હસ્તે રામ મંદિરના શિખર પર ધર્મ ધ્વજ ફરકશે, અમદાવાદે બનાવ્યો ધ્વજ દંડ

રામ
Share

ઉત્તર પ્રદેશના અયોધ્યામાં આજે એક ઐતિહાસિક ક્ષણ સર્જાવાની છે. નવા નિર્માણ પામેલા શ્રી રામ જન્મભૂમિ મંદિરમાં પહેલીવાર શિખર પર “ધર્મ ધ્વજ” ફરકાવવામાં આવશે. આ ધ્વજારોહણ રાષ્ટ્રીય સ્તરે સૌના ધ્યાનનું કેન્દ્ર બન્યું છે, કારણ કે ધ્વજ તથા 44 ફૂટનો સ્ટીલનો ધ્વજદંડ – બંને અમદાવાદમાં બનાવાયા છે. મંદિરનું સમગ્ર નિર્માણ પૂર્ણ થવામાં સાથે આ ધ્વજારોહણ મંદિરની આધ્યાત્મિક ભવ્યતામાં ઉમેરો કરશે.

કાર્યક્રમનો પ્રવાહ

આજે સવારે 10 વાગ્યે કાર્યક્રમોનો આરંભ થશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી અયોધ્યા એરપોર્ટથી હેલિકોપ્ટર મારફતે સાકેત વિશ્વવિદ્યાલય પહોંચશે અને ત્યાંથી રોડ શો દ્વારા રામ મંદિર તરફ પ્રસ્થાન કરશે. બપોરે 12 વાગ્યે તેઓ શિખર પર ભગવા રંગનો ધર્મ ધ્વજ ચડાવશે અને પછી ભગવાન રામની વિશેષ પૂજા કરશે. સુરક્ષા અને વ્યવસ્થાને ધ્યાનમાં રાખીને આજે સામાન્ય શ્રદ્ધાળુઓને મંદિરમાં પ્રવેશ આપવામાં આવશે નહીં; માત્ર નિમંત્રિત મહેમાનોએ QR કોડ વડે એન્ટ્રી મળશે.

ધર્મ ધ્વજની વિશેષતાઓ

શિખર પર ફરકવાનો આ ધ્વજ માત્ર પ્રતીક નહિ પરંતુ એક ગહન આધ્યાત્મિક સંદેશવાહક છે.

  • લંબાઈ: 22 ફૂટ

  • પહોળાઈ: 11 ફૂટ

  • વજન: 2.5 કિલો

  • રંગ: કેસરી

  • મટીરિયલ: નાયલોન-રેશમ મિશ્રણથી બનેલું પોલિમર ફેબ્રિક

  • આયુષ્ય: 3 વર્ષ

ધ્વજ પર ચક્ર, સૂર્ય, ૐ અને કોવિદાર વૃક્ષ અંકિત છે. કેસરી રંગ ત્યાગ તથા પવિત્રતાનું પ્રતીક છે, જ્યારે ચક્ર ધર્મની ગતિશીલતા દર્શાવે છે. સૂર્ય સૂર્યવંશનું પ્રતિનિધિત્વ કરે છે અને ‘ૐ’ સર્વવ્યાપી પરમાત્માનું ચિહ્ન છે. કોવિદાર વૃક્ષનો ઉલ્લેખ વાલ્મીકિ રામાયણમાં છે, જે પવિત્રતા સાથે જોડાયેલું છે.

સ્ટીલનો ધ્વજદંડ પણ અમદાવાદમાં બનાવાયો

ધ્વજ જે ધ્વજદંડ પર ફરકશે તે પણ ગુજરાતની કારીગરીનું અનોખું ઉદાહરણ છે.

  • ઉંચાઈ: 44 ફૂટ

  • વજન: 5.5 ટન

  • બનાવટ: ઉચ્ચ ગુણવત્તાવાળા સ્ટીલથી ધ્વજદંડની ઊંચાઈને કારણે ધ્વજ જમીનથી લગભગ 205 ફૂટ ઉપર ફરકશે.

અયોધ્યા રામ જન્મભૂમિ મંદિર માટે અમદાવાદમાં બનેલાં અન્ય સાધન સામગ્રી

અયોધ્યા રામ મંદિર માટે અમદાવાદમાં નીચે મુજબની અનેક વસ્તુઓ તૈયાર કરાઈ છે:

  • મુખ્ય અને આસપાસના 6 મંદિરોના ધ્વજદંડ

  • મંદિરના દરવાજાના હાર્ડવેર

  • કડા અને બ્રાસનાં વિશેષ કબાટ

  • દાનપેટી

  • આધ્યાત્મિક પ્રતીકોની ડિઝાઇન

આ બધું ગુજરાતની ટેક્નોલોજી અને કારીગરીની ઊંચાઈ દર્શાવે છે.

યાંત્રિક વ્યવસ્થા અને સેનાનો સહયોગ

ધ્વજનું દોરડું ભારે હોવાથી તેને માનવબળથી સંભાળવું જોખમી હતું. આ માટે એક ખાસ યાંત્રિક સિસ્ટમ વિકસાવવામાં આવી છે, જે દોરડાને સંતુલિત રાખે છે અને સરળતાથી ખેંચવાની સુવિધા આપે છે. સમગ્ર પ્રક્રિયા નિર્વિઘ્ન બને તે માટે ભારતીય સેનાની મદદ લેવામાં આવી છે. જવાનો દ્વારા ઘણી વખત રિહર્સલ કરવામાં આવી છે અને તેમના સૂચન પરથી ધ્વજને 11 કિલોથી ઘટાડીને 2.5 કિલો સુધી હળવો બનાવાયો છે.

ધાર્મિક વિધિઓ અને આયોજન

25 નવેમ્બર, 2025ના ધ્વજારોહણ પૂર્વે અયોધ્યા અને કાશીના વિદ્વાનો દ્વારા નવગ્રહ પૂજા, યજ્ઞ, રામ રક્ષા સ્તોત્ર, વેદ પાઠ અને રામાયણના પાઠ સાથે પવિત્ર વાતાવરણ સર્જવામાં આવ્યું છે. રામ મંદિર ટ્રસ્ટના ડૉ. અનિલ મિશ્રા અને તેમની પત્ની મુખ્ય યજમાન તરીકે હાજર રહેશે.

વધુ સમાચાર વાંચો :

CAR-T સેલ થેરેપીથી બ્લડ કેન્સરનો ઇલાજ હવે ગુજરાતમાં જ શક્ય

https://abplusnews.com/treatment-of-blood-cancer-with-car-t-cell/

https://www.youtube.com/watch?v=J1i9Z83vHp0

Share

Related posts

GSEB બોર્ડ પરીક્ષા: અમદાવાદ ગ્રામ્યના તમામ 69 કેન્દ્રો સીસીટીવીથી સજ્જ

abplusnews

માતર ભવાની વાવ જર્જરિત હાલતમાં: 932 વર્ષ જૂની હેરિટેજ સાઇટ જોખમમાં

abplusnews

અયોધ્યાના મુખ્ય પૂજારી આચાર્ય સત્યેન્દ્ર દાસનું 80 વર્ષની વયે અવસાન

abplusnews

Leave a Comment