AB Plus News
BREAKING NEWS
તાજા સમાચાર

નરોડા જીઆઈડીસીમાં દારૂનું ગુપ્ત ગોડાઉન પકડાયું, 4195 બોટલો ઝડપાઈ

બોટલો
Share

અમદાવાદ શહેરમાં દારૂબંધીને લીધે બુટલેગરો નવી નવી યુક્તિઓ અપનાવી રહ્યા છે. તાજેતરમાં ક્રાઈમ બ્રાંચે નરોડા જીઆઈડીસીમાં દરોડો પાડી એક અનોખી રીતથી છુપાવવામાં આવેલ દારૂનો જથ્થો ઝડપી પાડ્યો છે. કુલ મળીને 4195 બોટલો દારૂ અને બીયર મળી આવી છે, જેની અંદાજિત કિંમત 10.77 લાખ રૂપિયાની છે.

નરોડા જીઆઈડીસી વિસ્તારમાં મુઠીયા ગામ બસ સ્ટેન્ડ પાસે રહેતા બુટલેગર જીગ્નેશ ઉર્ફે જીગો બળદેવભાઈ સોલંકી એ એક ગોડાઉનની બાજુમાં જમીનમાં ખાડો ખોદી ત્યાં આર.સી.સી.નો સ્લેબ ભરી છૂપાવટ માટે ગ્રાઉન્ડ ગોડાઉન બનાવ્યું હતું. આ જગ્યાએથી પોલીસે દારૂની 3192 બોટલો અને બીયરના 144 ટીન મળી પાડી હતી. ક્રાઈમ બ્રાંચને મળેલી ચોક્કસ બાતમીના આધારે દરોડો પાડી આ દારૂનો જથ્થો કબજે કર્યો હતો.

અહીંથી દારૂની બોટલો શહેરના નાના બુટલેગરોને સપ્લાય કરવામાં આવતો હોવાનો ખુલાસો થયો છે. બીજી તરફ, સોલા પોલીસે પણ છારોડી તળાવ પાસે તપાસ દરમિયાન દારૂ ભરેલી બે કાર ઝડપી પાડી હતી. રાણીપ વિસ્તારમાંથી મંગાવાયેલ દારૂની 1003 બોટલો અને ટીન મળી આવ્યા હતા. આ સાથે ચાર ખેપીયાની પણ ધરપકડ કરવામાં આવી છે.

આ સમગ્ર ઓપરેશન શહેરમાં બુટલેગિંગના વિરોધમાં પોલીસની મહત્વની સફળતા માનવામાં આવી રહી છે. આ ઘટનાએ એકવાર બતાવી દીધું કે બુટલેગિંગ દબાવવા પોલીસ સતત સતર્ક છે અને દારૂબંધીનો ભંગ કરનારા સામે કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે.

વધુ સમાચાર વાંચો :
પેટીએમ અધિકારી બની વૃદ્ધ પાસેથી 98 હજારની ઠગાઈ
https://abplusnews.com/paytm-officer-was-cheated-of-rs-98000/
નરોડા કોલેજમાં વિદાય સમારંભ અને વાર્ષિક ઉત્સવનો ભવ્ય આયોજિત કાર્યક્રમ | AB PLUS NEWS
https://www.youtube.com/watch?v=CjpB5p5i_90

Share

Related posts

અમદાવાદમાં બુલેટ ટ્રેન પ્રોજેક્ટ દરમિયાન મોટી દુર્ઘટના: વિશાળ ક્રેન પડી

abplusnews

કપિલ શર્મા અને પરિવારના સભ્યોને અપાઇ જાનથી મારી નાખવાની ધમકી

abplusnews

અમદાવાદમાં સાસરિયાના ત્રાસથી કંટાળેલી યુવતીએ જીવન ટૂંકાવ્યું

abplusnews

Leave a Comment