અમદાવાદના ઈસનપુર વિસ્તારમાં આવેલા રામવાડી તળાવડી વિસ્તારમાં છેલ્લા કેટલાક મહિનાથી ડિમોલિશન નોટિસને લઈ તંગદિલીનું માહોલ સર્જાયો છે. બે મહિના પહેલાં આ વિસ્તારમાં અંદાજે 998 જેટલા મકાન ખાલી કરવા માટે મ્યુનિસિપલ તંત્ર દ્વારા નોટિસ આપવામાં આવી હતી. આ નોટિસમાં સ્પષ્ટ સૂચના આપવામાં આવી હતી કે તલાવડી વિસ્તારમાં રહેનારા લોકો તાત્કાલિક મકાન ખાલી કરે, કારણ કે વિસ્તારનું વિકાસ અને સંબંધિત કામકાજ હાથ ધરવાનું છે.
પરંતુ તે સમયે અધિકારીઓ દ્વારા રહેવાસીઓને મૌખિક બાંહેધરી આપવામાં આવી હતી કે જ્યાં સુધી તેમની માટે યોગ્ય વૈકલ્પિક વ્યવસ્થા ન થાય, ત્યાં સુધી કોઈ મકાન તોડી પાડવામાં નહીં આવે. ઈસનપુર સ્થાનિકોનું કહેવું છે કે તે સમયની આ ખાતરી પર તેઓએ વિશ્વાસ મૂક્યો હતો. છતાં, હજુ સુધી કોઈ વાસ્તવિક પગલું કે વ્યવસ્થા કરવામાં આવી નથી. આ વચ્ચે સ્થાનિકોને ફરી એકવાર મકાન ખાલી કરવા માટે નવી નોટિસ પાઠવી દેવામાં આવી છે, જેને લઈને લોકોમાં ભારે રોષ ફેલાયો છે.
આ નોટિસ બાદ સ્થાનિકોએ દક્ષિણ ઝોનની ઓફિસ ખાતે મણિનગરમાં વિરોધ પ્રદર્શન કરતા પોતાની માંગણીઓ રજૂ કરી હતી. તેઓએ સ્પષ્ટતા કરી કે વિકાસ કાર્યનો કોઈ વિરોધ નથી, પરંતુ પોતાની છત ગુમાવવાની પરિસ્થિતિમાં તેમને રહેવાકીય વૈકલ્પિક વ્યવસ્થા મળે તે અત્યંત અનિવાર્ય છે. તેમના જણાવ્યા મુજબ, તંત્ર માત્ર મૌખિક ખાતરી આપતું રહ્યું છે, પરંતુ જમીન પર કોઈ સુવ્યવસ્થિત આયોજન દેખાતું નથી.
વિરોધ પક્ષના એક આગેવાને જણાવ્યું કે ડિમોલિશન કરતા પહેલાં ગૃહવિહોણા થવાના આંક પર ધ્યાન આપીને ગુજરાત હાઈકોર્ટના નિયમો અનુસાર લોકોને પહેલેથી સલામત અને યોગ્ય સ્થળે ખસેડવાની ફરજિયાત જોગવાઈ છે. પરંતુ ઈસનપુર વિસ્તારમાં આ નિયમોનો પૂરો પાલન કરવામાં આવ્યો નથી. તેમણે ઉમેર્યું કે સપ્ટેમ્બર મહિનામાં પણ આ મુદ્દે લેખિત રજૂઆત કરવામાં આવી હતી, પરંતુ અધિકારીઓએ તેની દિશામાં કોઈ પરિણામદાયક પગલાં લીધા નહોતા. આથી સ્થાનિકોની મુશ્કેલી યથાવત રહી છે.
ઈસનપુર સ્થાનિકોનું કહેવું છે કે વિકાસ અને નવી યોજનાઓ તેમના વિસ્તારમાં આવે તે સ્વાગત છેહેલાં તંત્રએ, પરંતુ તેનો ભોગ સામાન્ય રહેવાસીઓને ભોગવવો પડે તેવી સ્થિતિ ન આવે. મકાનો તોડવાની પ્રક્રિયા હાથ ધરતા પ દરેક પરિવાર માટે છત, ગૃહવસવાટ અને સ્થળાંતરની યોગ્ય વ્યવસ્થા સુનિશ્ચિત કરવી જોઈએ. વારંવાર માત્ર મૌખિક ખાતરી આપવામાં આવે છે, પરંતુ હકીકતમાં કંઈ જ પગલાં ન લેવાતા લોકોમાં ચિંતા અને અસુરક્ષા વધી રહી છે.
ઈસનપુર સ્થાનિકોએ તાકીદે કાર્યવાહી કરીને તેમની સમસ્યાનો ઉકેલ લાવવા તંત્રને આવેદન કર્યું છે. તેઓનું કહેવું છે કે વૈકલ્પિક ઘર મળ્યા પછી જ તેઓ મકાન ખાલી કરશે. નહિ તો બિનવ્યવસ્થિત સ્થિતીમાં ડિમોલિશન પ્રક્રિયાને તેઓ સ્વીકારશે નહીં.
રહેણાક અધિકારો, માનવતા અને યોગ્ય આયોજનના અભાવની વચ્ચે આ સમગ્ર વિવાદ હવે શહેરના મહત્વના મુદ્દાઓ પૈકીનો એક બની રહ્યો છે. સ્થાનિકોની માંગ માત્ર એટલી જ છે કે તંત્ર વિકાસ સાથે તેમની સુરક્ષા અને ભવિષ્યને પણ પ્રાથમિકતા આપે.
વધુ સમાચાર વાંચો :
CAR-T સેલ થેરેપીથી બ્લડ કેન્સરનો ઇલાજ હવે ગુજરાતમાં જ શક્ય
https://abplusnews.com/treatment-of-blood-cancer-with-car-t-cell/
